Get The App

બીજી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિએ ત્રીજુ લગ્ન કરતા મારામારી

પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે છ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
બીજી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિએ ત્રીજુ લગ્ન કરતા મારામારી 1 - image



અંકલેશ્વરની ગ્રીનપાર્ક સોસાયટી ખાતે બીજી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિએ ત્રીજુ લગ્ન કરવા મામલે બે પરિવારના સભ્યો વચ્ચે થયેલ મારામારી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વરની વીટી કોલેજ પાસે રહેતા અને બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા અમીન મોતીવાલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા ત્રણ લગ્ન થયા છે. બીજા લગ્ન નસવાડીની રોજીનાબાનું મેમણ સાથે થયા હતા. ગઈકાલે મારા ઘરે પત્ની રોજીના અને તેની માતા શાહિદા મારા પિતા સાથે ઝઘડો કરી રહ્યા હતા. તેમને છોડાવવા માટે મે તથા મારી બહેન વચ્ચે જતા અમારી સાથે પણ ઝપાઝપી કરી હતી. અને અમને ધમકી આપી હતી કે, નસવાડીમાં આવશો તો છોડીશું નહીં. અમારી વચ્ચે ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો છે. અને દર મહિને ભરણપોષણ આપું છું. મે ત્રીજા લગ્ન કર્યા હોવાથી ઝઘડો કર્યો છે. જ્યારે રોજીનાએ ફરિયાદમાં કહ્યું હતું કે, અમીન સાથે મારા બીજા લગ્ન છે. પતિ સાથે ઘરેલુ હિંસાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. નણંદે ઇનાયાએ કહ્યું હતું કે, ભૈયા ને દુસરી સાદી કર લી હૈ તુમ લોગ યહા સે ચલે જાઓ. આ દરમ્યાન સાસુ બુસરા તથા સસરા ઈકબાલએ અમારી સાથે ઝઘડો કર્યો હતો. અને મારામારી કરી ધમકી આપી હતી કે, અમારા ઘરે આવશો તો જીવતા છોડીશું નહીં. અમારા છૂટાછેડા થયા નથી છતાં અમીને બીજા લગ્ન કર્યા છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે 6 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.


Tags :