Get The App

અલગ રહેતી પત્નીના ઘરમાં ઘૂસીને પતિએ વિડીયો ઉતારી મારઝૂડ કરી

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
અલગ રહેતી પત્નીના ઘરમાં ઘૂસીને પતિએ વિડીયો ઉતારી મારઝૂડ કરી 1 - image


Vadodara : દિલ્હીના મહિલા એડવોકેટ પ્રીતિબેને  માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારો પરિચય મેટ્રોનિયલ સાઇટ થકી આશિષ જેઠાભાઈ સુથાર રહે જય શ્રી મહાકાળી સોસાયટી પાસે માંજલપુર સાથે થયો હતો. અમે માર્ચ 2017માં દિલ્હી મુકામે લગ્ન કર્યા હતા. પરંતુ, વર્ષ 2020 થી મારા પતિ સાથે અણબનાવ થતા મેં દિલ્હીમાં સ્ત્રી અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં હું વડોદરા ખાતે એકલી રહીને લો ની ઇન્ટર્નશિપ કરતી હતી અને મારા પારિવારિક મિત્ર વિક્રમ કામા ત્યાગીનું માંજલપુર હાઉસિંગ બોર્ડ ખાતેનું મકાન ભાડે લીધું હતું. મારા પિતાના કહેવાથી ગત 29 મી એપ્રિલે મકાન માલિક વિક્રમ ત્યાગી મારી ખબર જોવા માટે ઘરે આયા હતા.

રાત્રે 10:30 વાગે મકાનનો ડોરબેલ વાગતા અમે પૂછ્યું તો બહાર તેઓ જવાબ આપ્યો કે તમે ડીલેવરી મંગાવી છે તે લઈને આવ્યા છીએ, પરંતુ મેં ના પાડી દીધી હતી. ત્રણ ચાર મિનિટ પછી કોઈએ અમારા મકાનનો દરવાજો જોરથી ખખડાવતા અને પોલીસ છે દરવાજો ખોલો તેવું કહેતા વિક્રમ કામા ત્યાગીએ દરવાજો ખોલ્યો હતો. પરંતુ બહાર કોઈ પોલીસવાળાના હતા પરંતુ મારા પતિ તથા નણંદ નંદોઈ અને મારા પતિના મિત્ર ગિરીશભાઈ હતા. તેઓએ અમારા ઘરમાં ઘૂસી વિડીયો ઉતાર્યો હતો અને મારા ઘરમાંથી મારું પર્સ, વોટર આઇડી કાર્ડ અને ચાવીઓ લઈ લીધી હતી. તેઓએ વિક્રમ કામાત્યાગીને પકડી લીધો હતો. હું ગભરાઈને બાથરૂમમાં સંતાઈ તો કોઈએ દરવાજો તોડી નાખ્યો હતો. જેથી હું નીચે પડી ગઈ હતી. મારા પતિએ મને  ઢસડી જઈ મારજુડ કરી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અમોને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જે અંગે અમે અરજી આપી હતી અને દિલ્હી જતા રહ્યા હતા.

Tags :