Gujarat

શંકા કરતી પત્નીને લાફો મારનાર પતિને સાળાઓએ માર માર્યો

By GS TEAM
30 Jun 20251 min read
TukuTouch Logo
કુંભારવાડા ખારી તલાવડી વિસ્તારમાં રહેતા અને છૂટક ડ્રાઇવિંગ કરતા અજય ઉર્ફે ટપાલી દીપકે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે હું મારા ઘરની બાજુમાં આવેલ કોટ પાસે મારા મિત્ર સાથે વાત કરતો હતો તે દરમિયાન મારી પત્ની કાજલ આવી હતી અને મને કહેવા લાગી હતી કે તું કેમ છોકરીઓ સાથે વાત કરે છે તે મારી સાથે ઝઘડો કરવા લાગી હતી જેથી મેં ગુસ્સામાં આવી મારી પત્નીને એક તમાચો મારી દીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

શંકા કરતી પત્નીને લાફો મારનાર પતિને સાળાઓએ માર માર્યો

કુંભારવાડા ખારી તલાવડી વિસ્તારમાં રહેતા અને છૂટક ડ્રાઇવિંગ કરતા અજય ઉર્ફે ટપાલી દીપકે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે હું મારા ઘરની બાજુમાં આવેલ કોટ પાસે મારા મિત્ર સાથે વાત કરતો હતો તે દરમિયાન મારી પત્ની કાજલ આવી હતી અને મને કહેવા લાગી હતી કે તું કેમ છોકરીઓ સાથે વાત કરે છે તે મારી સાથે ઝઘડો કરવા લાગી હતી જેથી મેં ગુસ્સામાં આવી મારી પત્નીને એક તમાચો મારી દીધો હતો. જેથી મારી પત્ની પિયર જતી રહી હતી અને તેના ભાઈ પ્રકાશ વિજય રાજપુત તથા રાહુલ વિજય રાજપુત તથા રાજવીર કિશોરભાઈ ટાંક અને સન્ની શેરૂ સિંગ ટાંક તમામ રહે વીમા દવાખાના પાસે વારસિયાને બોલાવી લાવી હતી. પ્રકાશ તથા રાહુલે લાકડી વડે મને માર માર્યો હતો જ્યારે રાજવી અને સન્નીએ પણ મને માર માર્યો હતો ત્યારબાદ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેવો જતા રહ્યા હતા.