Get The App

પત્ની સાથે આડા સંબંધની આશંકાએ પતિનો બાઉંસર ઉપર ચાકુ વડે હુમલો

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
પત્ની સાથે આડા સંબંધની આશંકાએ પતિનો બાઉંસર ઉપર ચાકુ વડે હુમલો 1 - image


શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં પત્ની સાથે આડા સંબંધની આશંકાએ પતિએ યુવક ઉપર ચાકુ વડે હુમલો કરતા પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા 34 વર્ષીય હિમાંશુ ધુમાલ ઇવેન્ટ મુજબ બાઉન્સર તરીકે કામ કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, તા. 9 મે શુક્રવાર રાત્રે 2 કલાકે રૂપેશ સિંદે (રહે -બરાનપુરા )એ મને ફોન કરી કહ્યું હતું કે, "તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે." ત્યારબાદ રૂપેશ અને તેની પત્ની દાંડિયા બજાર સિદ્ધિવિનાયક મંદિર સામેના બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા હતા. અને હું પણ ત્યાં પહોંચ્યો હતો. આ દરમ્યાન રૂપેશ સિંદેએ તું કેટલા વખતથી મારી પત્ની સાથે આડા સંબંધ રાખે છે, તેમ કહી અપશબ્દો બોલી મારામારી કરી અચાનક થાપાના ભાગે ચાકુ વડે હુમલો કરી દીધો હતો. આ સમયે હિમાંશુના મિત્રો આવી પહોંચતા રૂપેશ પત્ની સાથે નાસી છૂટ્યો હતો. મિત્રોએ મને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે રાવપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :