ભાડાના મકાનની ચાવી લેવા જતા પતિ પર બે સાળા અને સસરાનો પાઇપથી હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરામાં પોતાના પિયર નવા યાર્ડ ડીકેબીન પાસે ગરીબ નવાજ પાર્કમાં એક સપ્તાહથી રહેતી પરિણીત મહિલા પાસેથી છાણી-નર્મદા નિગમના ડ્રાઇવર પતિ ચાવી લેવા જતા ઉશ્કેરાયેલા સસરા અને બે સાળાએ ભેગા મળીને અશ્લીલ ગાળો ભાંડી મારા મારી કરીને લોખંડની પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે છાણી જકાતનાકા ખાતેની નર્મદા નિગમ ઓફિસની ગાડીનું ડ્રાઇવિંગ કરતા શાહબાઝ હુસેન પઠાણની પત્ની ફરહિન છેલ્લા છ મહિનાથી બાળકો સાથે પિયરમાં નવા યાર્ડ ડી કેબીન પાસેની ગરીબ નવાજ પાર્કમાં રહે છે. પત્ની પાસે ગોરવાના મકાનની ચાવી હતી. ગોરવા ખાતે ભાડાના મકાનમાં માતા-પિતા સાથે રહેતો શાહબાજ હુસેન મકાનની ચાવી લેવા સાસરીમાં ગયો હતો. ત્યાં જતા પત્નીએ મકાનની ચાવી આપવા ના પાડીને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારે તેના બે ભાઈ ગુલફામ અને મોહસીન તથા તેના પિતા ગુલ્ફામે ભેગા મળીને ગાળાગાળી કરી એકાએક ગડદા પાટુનો માર મારવા માંડ્યો હતો. દરમિયાન લોખંડની પાઇપ લઈને એકાએક દોડી આવેલા ગુલફામે હુમલો કરીને પીઠવા જોરથી ઘા માર્યો હતો. દરમિયાન આવેલા મારા ભાઈ સાદાબે વધુ મારથી મને બચાવ્યો હતો. જેથી ઇજાગ્રસ્ત શાહબાઝ ખાને બનાવ અંગે ફરિયાદ નોંધાવતા ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.








