Get The App

અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે પત્નિની હત્યા કરનાર પતિ ઝડપાયો

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે પત્નિની હત્યા કરનાર પતિ ઝડપાયો 1 - image

પોતાના રૂમમાં જ પત્નિનું ગળુ દબાવી હત્યા કરી હતી

પોલીસે આરોપી પતિને પોલીસે વરતેજ ગામમાંથી ઝડપી લીધો

ભાવનગર: અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે પોતાની પત્નિનું ગળું દબાવી હત્યા કરી દેનારા પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વરતેજ ગામમાંથી હત્યારા પતિને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરતેજમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે અર્જુનસિંહ કાળુભાઈ પરમારે તેમના પત્નિ અલ્પાબેનનું ગત તા.૧૯-૦૩ને સવારે ૧૦ કલાકે પોતાના ઘરે રૂમમાં ગળુ દબાવી મોત નિપજાવી પત્નિનું કુદરતી રીતે મોત થયું હોવાનું ઉપજાવ્યું હતું. પરંતુ મહિલાના પિયપપક્ષના લોકોને શંકા જતાં અલ્પાબેનનું પીએમ કરાવ્યું હતું. પીએમ રિપોર્ટમાં કોઈ વસ્તુથી ગળુ દબાવી હત્યા થઈ હોવાનું અને પતિ અર્જૂને ગળુ દબાવીને હત્યા કરી હોવાનું ખુલતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજરોજ પોલીસે આરોપી પતિ અર્જુન કાળુભાઈ પરમારને વરતેજ ગામેથી ઝડપી લીધો હોવાનું અને આગળની કાયદેસરની કાર્વયાહી હાથ ધરવામાં આવી હોવાનું પીએસઆઈ ચુડાસમાએ જણાવ્યું છે. આવતીકાલે આરોપી પતિને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.