Get The App

ગોડાદરાની પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ-સસરાની ધરપકડ

સાસરીયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો : ત્રણ વર્ષની પુત્રીની માતા 26 વર્ષીય પ્રિયંકાદેવીએ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરમાં ગળેફાંસો ખાતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી

સસરાની સામાન્ય આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પ્રિયંકાદેવીનો પતિ પિયરમાંથી અપાચી બાઈક, રોકડ અપાવવા દબાણ કરતો હતો

Updated: Dec 5th, 2023

GS TEAM


Google News
Google News
ગોડાદરાની પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ-સસરાની ધરપકડ 1 - image


- સાસરીયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો : ત્રણ વર્ષની પુત્રીની માતા 26 વર્ષીય પ્રિયંકાદેવીએ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરમાં ગળેફાંસો ખાતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી


- સસરાની સામાન્ય આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પ્રિયંકાદેવીનો પતિ પિયરમાંથી અપાચી બાઈક, રોકડ અપાવવા દબાણ કરતો હતો


સુરત, : સુરતના ગોડાદરા વિસ્તારમાં દહેજભૂખ્યા સાસરીયાઓના ત્રાસને લીધે ત્રણ દિવસ અગાઉ સ્યુસાઈડ નોટ લખી યુવાન પરિણીતાએ આપઘાત કરી લેતા ગોડાદરા પોલીસે તેના સાસરીયાઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેના પતિ અને સસરાની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં છેલ્લા ત્રણ મહિનાથી ગોડાદરા ઋષિનગર પ્લોટ નં.51 ના પહેલા માળે રહેતા ધર્મવીર રામનિહોર ગૌતમની પત્ની પ્રિયંકાદેવી ( ઉ.વ.26 ) ગત શનિવારે નજીકમાં રહેતા ફોઈના ઘરે ગઈ હતી અને પોતાની ત્રણ વર્ષની પુત્રી અમાયરાને સોંપી હું જમીને આવું છું કહી ત્યાંથી પોતાના ઘરે આવી દરવાજો અંદરથી બંધ કરી પંખા સાથે દુદુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.છ વર્ષ અગાઉ ધર્મવીર સાથે વતનમાં લગ્ન કરનાર પ્રિયંકાદેવીએ આપઘાત કરતા પહેલા કેલેન્ડરના પાછળના કોરા ભાગે સ્યુસાઈડ નોટ લખી પુત્રીનો કબજો તેની માતાને આપવા અને પતિ, સાસુ, સસરા, દિયર તમામ દહેજ માટે ખુબ પરેશાન કરતા હોવાનું જણાવ્યું હતું.આ અંગે જાણ થતા દિલ્હીમાં રહેતા પ્રિયંકાદેવીના પિતા લાલમણી રઘુનંદન ગૌતમ વતનમાં રહેતી પત્ની અને સાળા સાથે સુરત દોડી આવ્યા હતા.

ગોડાદરાની પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ-સસરાની ધરપકડ 2 - image

પોલીસ પુછપરછમાં તેમણે જણાવ્યું હતું કે લગ્નના થોડા દિવસ બાદ પ્રિયંકાદેવીને તેના પતિ તું દહેજ ઓછું લાવી છે, તારા પપ્પાને કહે અપાચી બાઈક દહેજમાં લાવી આપે કહી પરેશાન કરતા હતા.પતિ અને સાસરીયાઓ રોકડા પણ લાવવા દબાણ કરતા હતા.પરંતુ દિલ્હીમાં એકલા રહી લેધરની દુકાનમાં નોકરી કરતા લાલમણીની આર્થિક સ્થિતી સારી નહીં હોવાથી તેમણે જમાઈને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.પણ તે માન્યો નહોતો.આ હકીકતના આધારે ગોડાદરા પોલીસે લાલમણી ગૌતમની ફરિયાદના આધારે જમાઈ ધર્મવીર, તેના પિતા રામનિહોર રામબહોર ગૌતમ, સાસુ પુષ્પાદેવી અને દિયર સત્યરપ્રકાશ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પ્રિયંકાદેવીના પતિ અને સસરાની ધરપકડ કરી હતી.

Tags :