વડોદરા: ભાયલી વિસ્તારના વિકાસ માટે 100 કરોડ મંજૂર છતાં કામો થતાં નથી

વડોદરા, તા. 21 ડિસેમ્બર 2019 શનિવાર
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ લોક પ્રશ્નોની રજૂઆતો કરી હતી.
વુડા હેઠળના ભાયલી વિસ્તાર માટે રૂ.100 કરોડના રસ્તાના કામો રાજ્ય સરકારે મંજૂર કર્યા છે ત્યારે આ કામો ઝડપભેર હાથ ધરાય અને લોકોને રસ્તા ઉપરાંત ગટર વ્યવસ્થા, પાણી જેવી સુવિધાઓ મળે એ પ્રશ્ર્નો ઉઠ્યા હતા.
આ ઉપરાંત વઢવાણા તળાવના 5 દરવાજાઓના સમારકામ, કેનાલોની સુધારણા અને પાણી યોગ્ય રીતે મળે એ માટે ઓપરેટરોની નિમણુંક જેવી રજૂઆતો થઈ હતી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
આ બેઠકમાં પાદરા વિસ્તારના કામદારોને કામદાર રાજ્ય વીમા યોજનાના તબીબી અને રોકડ સહાયના લાભો યોગ્ય રીતે મળે. મદાપુરા ગામને રસ્તાની સુવિધા તેમજ આધારકાર્ડ બનાવવાની સુવિધાઓમાં વધારો કરવાની જરૂર જેવી બાબતો ઉઠી હતી.
શિનોર તાલુકામાં કૃષિ વીજ જોડાણો નહિ મળતા બેઠકમાં મુદ્દો ઉઠ્યો હતો. નર્મદા યોજનાની નહેરોના સમારકામના અભાવે ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિવારણનો પણ મુદ્દો બેઠકમાં ઉઠ્યો હતો.

