Gujarat
બોરતળાવમાંથી માનવ દેહ તરતો મળી આવ્યો
By GS TEAM
13 Sep 20251 min read

- મૃતદેહ ભાવનગરના આધેડનો હોવાનું ખુલ્યું
- ફાયર બ્રિગેડ સાથે દોરડાઓની મદદ વડે એને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો
ભાવનગર : ભાવનગર શહેરના બોર તળાવમાં માનવ મૃતદેહ તરતો હોવાની માહિતી ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને બોરતળાવના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી બોર તળાવ પોલીસને સુપ્રત કરાતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ખાખરાબેલાના વતની અને હાલ ભાવનગર ખાતે રહેતા રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાનો મૃતદેહ બોર તળાવમાં તરતો હોવાની જાણકારી ફાયર બ્રિગેડને મળી હતી. ફાયર બ્રિગેડ સ્ટાફ બોર તળાવ પહોંચ્યો હતો અને દોરડા અને બોટની મદદ વડે મૃતદેહ ને બહાર કાઢી બોરતળાવ પોલીસ ને સુપ્રત કર્યો હતો બોર તળાવ પોલીસ છે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.








