સુરતમાં જાહેર રસ્તા પર પીપીઈ કિટ, દવા-માસ્કનો જથ્થો મળતાં ફફડાટ, પાલિકાએ તપાસ આદરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : દેશભરમાં કોરોનાએ ફરીથી એન્ટ્રી મારી છે, ત્યારે ગુજરાત પણ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં અઠવાલાઇન્સ પોલીસ કવાટર્સ વિસ્તારમાં જાહેર રસ્તા પર પીપીઈ કિટ, માસ્ક સહિત કેટલીક દવાનો જથ્થો જોવા મળતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. પાલિકા દ્વારા બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરી હોવા છતાં પણ જાહેર પર પીપીઈ કિટ સહિતની સામગ્રી ફેંકાતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. સમગ્ર મામલે પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પીપીઈ કિટ સહિતનો જથ્થો કોણ ફેંકી ગયું છે અને શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસ-પાલિકાએ તપાસ આદરી છે.

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં કેટલાક અજાણ્યા વ્યક્તિ દ્વારા કોરોના સેક્ટર કિટ ફેંકી દેવામાં આવી હોવાનું સામે આવી છે. મોટા પ્રમાણમાં પીપીઈ કિટ સહિતનો જથ્થો જાહેર રસ્તા પર જોવા મળતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે.
જાહેર રસ્તા પર આ પ્રકારની વસ્તુઓ ફેંકી દેવામાં આવી છે, ત્યારે પાલિકા સહિત સ્થાનિકોમાં સવાલો થઈ રહ્યા છે કે, મેડિકલ સામગ્રીઓ અહીં કઈ રીતે આવી. આ મામલે સુરત પાલિકાને આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.









