Get The App

વડોદરાની જૂની કલેકટર કચેરીમાં ભયજનક બિલ્ડીંગ હોવા છતાં ઇ-કેવાયસી લિંક અપ માટે વહેલી સવારથી ભારે ભીડ

Updated: Nov 26th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરાની જૂની કલેકટર કચેરીમાં ભયજનક બિલ્ડીંગ હોવા છતાં ઇ-કેવાયસી લિંક અપ માટે વહેલી સવારથી ભારે ભીડ 1 - image


Vadodara Collector Office : વડોદરા શહેરની મધ્યમાં આવેલ જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'ભયજનક બિલ્ડીંગ, પ્રવેશ નિષેધ'નું બોર્ડ લટકતું હોવા છતાં આ બિલ્ડિંગમાં રેશનકાર્ડનું આધારકાર્ડ સાથે ઇ-કેવાયસી લિંક અપ કરાવવાની કામગીરી માટે રોજિંદા હજારો લોકો જીવના જોખમે વહેલી સવારથી લાઈન લગાવીને ઉભા રહે છે. ક્યારે ટોકન અપાય છે અને કેટલા વાગે કામગીરી શરૂ થશે? એ બાબતે અજાણ લોકો જ્યાં ત્યાં ભટક્યા કરે છે. છતાં પણ તેમને યોગ્ય માર્ગદર્શન અંગે કોઈ સગવડ નહીં મળતા આક્રોશિત હેરાન પરેશાન થાય છે. જો આ કામગીરી સ્થાનિક કક્ષાએ સરકારી શાળાઓને સોંપી દેવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવે તો આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવી શકે તેમ હોવા છતાં પણ હેરાનગતિ કેમ વધે એ અંગે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, રાવપુરા સ્થિત કોઠી કચેરી ખાતેની જૂની જિલ્લા કલેકટર કચેરી પાસે વહેલી સવારથી રેશનકાર્ડ નું આધાર કાર્ડ સાથે એ કેવાયસી લિંક અપની કામગીરી કરવામાં આવે છે. દિવાળી નવા વર્ષના મીની વેકેશન બાદ ધમધમથી થયેલી સરકારી કચેરીઓ પૈકીની આ કચેરીમાં લિંક અપની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બિલ્ડીંગ બહાર પ્રવેશ દ્વાર પાસે આ 'ભયજનક બિલ્ડીંગ છે. કોઈએ પ્રવેશ કરવો નહીં' 23 સ્પષ્ટ સૂચનાનું બોર્ડ હોવા છતાં સરકારી કર્મચારીઓ અહીંયા રોજિંદી કામગીરી કરે છે. આ બિલ્ડિંગમાં રેશનકાર્ડની આધાર કાર્ડ સાથે લીંક અપ માટે ઇ-કેવાયસીની કામગીરી કરવામાં આવે છે આ અંગે રાજ્ય સરકાર દ્વારા નિયત સમય મર્યાદા જાહેર કરવામાં આવી છે પરિણામે રોજિંદા સેકડો લોકો વહેલી સવારથી લાઈન લગાવીને ઊભા રહી જાય છે. શાળામાં ભણતા બાળકોની શિષ્યવૃત્તિ અને સરકારી અનાજ સહાય મેળવવા માટે રેશનકાર્ડનું લીંક અપ કરવું જરૂરી હોવાથી રોજીંદી લાઈનો આ કામ માટે લાગે છે. લાઈન લગાવનાર લોકોનું કહ્યું છે કે જો આ કામગીરી ગામડાની સરકારી સ્કૂલોમાં ફરજિયાત પણે કરવા અંગે સરકાર જાહેરાત કરે તો આ પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ આવી શકે છે.

Tags :