Gujarat

વડોદરાઃ પદમલામાં જુગાર રમતા ત્રણ જુગારીયા પકડાયા

By GS TEAM
5 Aug 20251 min read
વડોદરાઃ પદમલામાં જુગાર રમતા ત્રણ જુગારીયા પકડાયા

વડોદરાઃ શ્રાવણ માસ દરમિયાન જુગાર રમવાના શોખીનો સક્રિય બની જતા હોવાથી પોલીસને જુગારીયાઓ સામે કડક હાથે કામ લેવા સૂચના આપવામાં આવી છે.

જે દરમિયાન છાણી નજીક પદમલા ગામથી નાથા તલાવડી જવાના માર્ગે એક મકાન પાછળ કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળતાં છાણી પોલીસે દરોડો પાડયો હતો.

પોલીસે જુગાર રમતા અશોક ગોવિંદભાઇ માળી(જલારામ સોસાયટીની સામે,પદમલા),વિષ્ણુ જયંતિભાઇ જાદવ (મહાકાળી મંદિર પાસે,પદમલા) અને કિરીટ રવજીભાઇ ચુનારા(જલારામ મંદિર સામે,પદમલા)ને ઝડપી પાડી રોકડા રૃ.૧૧૮૯૦ કબજે કર્યા હતા.