Gujarat

વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આધાર

By GS TEAM
30 Oct 20252 mins read
વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આધાર

અમદાવાદ,ગુરુવાર,30 ઓકટોબર,2025

અમદાવાદના કાંકરિયા તળાવમાં વડોદરાના હરણી કાંડ પછી બોટીંગ પ્રવૃત્તિ બંધ કરાઈ હતી.૨૯ મે-૨૦૨૪થી કાંકરિયામા બોટીંગ પ્રવૃત્તિ બંધ કરાયેલી બોટીંગ પ્રવૃત્તિ શરુ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપવાની સાથે એજન્સી આમ્રપાલી ઈન્ડ.લી.ની મુદત દોઢ વર્ષ માટે લંબાવી છે.કમિટીના ચેરમેને દસ દિવસમાં કાંકરિયામા ફરીથી બોટીંગ શરુ  થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે.પરંતુ  સરકારની ગાઈડલાઈન મુજબ સબ કમિટી અને મેઈન કમિટી જયાં સુધી મંજૂરીની મહોર ના મારે ત્યાં સુધી કાંકરિયામાં બોટીંગ શરુ થઈ શકે એમ નહીં હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

કાંકરિયા તળાવમાં ચાલતી બોટીંગ પ્રવૃત્તિ કોરોના મહામારીના કારણે બંધ રખાયા પછી મ્યુનિસિપલ કમિશનરે ૧૮ ડિસેમ્બર-૨૫ સુધી એજન્સીની મુદત વધારવા મંજૂરી આપી હતી.વડોદરા ખાતે હરણીકાંડની દુર્ઘટના પછી લગભગ દોઢ વર્ષથી કાંકરિયા તળાવમાં સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર સહીતની અન્ય બાબતોના કલીયરન્સને લઈ બંધ રાખવામા આવી હતી.એજન્સી દ્વારા સરકારની એસ.ઓ.પી.નુ પાલન કરવા ઉપરાંત વોટર સાઈડ સેફટી કમિટીની મંજૂરી તથા પરવાનગી મેળવી આપવાની બાંહેધરી અપાતા સ્ટેન્ડિંગ કમિટીએ જેટલો સમય બોટીંગ પ્રવૃત્તિ બંધ રહી એટલો સમય મુદતમા વધારી આપવા નિર્ણય કર્યો હોવાનુ દેવાંગ દાણીએ કહયુ છે. આ ઉપરાંત નગીનાવાડીમા ચાલતા મ્યુઝીકલ ફાઉન્ટેન અને લેસર શો કે જેની મુદતમા પણ વધારો કરવામા આવ્યો છે.બોટીંગ ફરી શરુ કરવા હજુ પણ કાયદાકીય આંટીઘુંટી યથાવત છે. આ કારણથી સબ કમિટી તમામ બાબતની ચકાસણી કરી મેઈન કમિટીને રીપોર્ટ આપશે.જે રીપોર્ટ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરાશે. મ્યુનિસિપલ કમિશનર મંજૂરી આપશે એ પછી જ કાંકરિયા તળાવમા ફરીથી બોટીંગ પ્રવૃત્તિ શરુ થઈ શકશે.

કાંકરિયા તળાવમાં બોટીંગ માટે એક રાઉન્ડનો  ચાર્જ

બોટનો પ્રકાર   ચાર્જ

સ્પીડ           ૧૬૦

પેસેન્જર        ૯૦

જેટ સ્કી         ૩૦૦

મોટર           ૬૦

જીપ્સી          ૧૫૦

પેડલ           ૬૦

ફલોટીંગ કાફે      ૩૦૦