Gujarat
વડોદરાના વાઘોડિયા રોડ પર સવારે મકાનમાં આગ લાગતા ઘરવખરી ખાક
By GS TEAM
30 Jan 20261 min read
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા.
વાઘોડિયા રોડ પર પાણીગેટ ફાયર સ્ટેશનની સામે સોમાભાઈની ચાલીમાં એક મકાનમાંથી સવારે ધુમાડા નીકળતા લોકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતા તરત જ જવાનો આવી ગયા હતા અને થોડીવારમાં કાબુમાં લઈ લીધી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગને કારણે ફર્નિચર, ફ્રીજ, ટીવી સહિતની ઘરવખરીને નુકસાન થયું હતું. નજીકમાં જ ફાયર સ્ટેશન હોવાથી આગ આસપાસમાં ફેલાતી અટકાવવામાં આવી હતી.