Get The App

છોટા ઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદથી મકાન ધરાશાયી, પતિનું મોત પત્ની ઈજાગ્રસ્ત

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદથી મકાન ધરાશાયી, પતિનું મોત પત્ની ઈજાગ્રસ્ત 1 - image


Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. આ દરમિયાન સનાડા ગામે ભારે વરસાદને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જ્યા જર્જરીત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. જ્યારે તેમની પત્નીનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિક લોકોએ મદદરૂપ થઈ હતી અને ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢીને સારવાર માટે ખસેડાઈ હતી. 

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુરમાંના સોમવારે (28મી જુલાઈ) મોડી રાત્રે સનાડા ગામમાં ડુંગળી ફળિયામાં એક ર્જજરીત મકાનનો ભાગ તૂટી પડ્યો હતો. આ મકાનની અંદર સૂઈ રહેલા પતિ-પત્ની કાટમાળમાં દબાઈ ગયો હતો. જો કે, આ દુર્ઘટનામાં ગફુર રાઠવાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની પત્નીનો આબાદ બચાવ થયો છે. આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.  ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.

સંખેડાના ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી

ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુરમાં સંખેડાના ઝવેરી વાગામાં આવેલું ત્રણ માળનું જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ ઘટના બાદ ગ્રામજનોએ માંગ કરી છે કે જોખમી મકાનોના માલિકો પોતાના મકાનો જાતે જ તોડી નાખે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોની સુરક્ષા જળવાઈ રહે.

Tags :