Get The App

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સીલ થયેલી હોટેલો ફરી ધમધમવા માંડી

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સીલ થયેલી હોટેલો ફરી ધમધમવા માંડી 1 - image

- બે દિવસ અગાઉ 7 લારી, હોટેલમાં ચેકિંગ કરાયું હતું

- તંત્ર દિવાળીમાં નિયમો નેવે મૂકી નજીવો દંડ ભરાવી એકમો ફરી શરૂ કરવા દબાણ- વહીવટની ચર્ચા

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દર મહિને વિવિધ કારણોસર, અવ્યવસ્થાને લીધે સીલ કરેલી હોટેલો, ખાદ્ય ખોરાકની લારીઓ દિવાળીના દિવસોમાં ફરીથી ધમધમતી થઈ રહી છે. સોશિયલ મીડિયામાં તેના વીડિયો, ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. 

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અંદાજિત ૧૫થી વધુ નાની મોટી હોટલો તથા ખાદ્ય ખોરાકની લારીઓ, દુકાનો ઉપર બિનઆરોગ્ય ખોરાક તથા સ્વચ્છતાના અભાવ જેવા નિયમોના ઉલ્લંઘનના લીધે સીલ કરાઈ હતી. દંડ પણ ફટકાવવામાં આવ્યો હતો.

દિવાળીના પર્વને અનુલક્ષીને આણંદ કરમસદ મહાનગરપાલિકાના વિસ્તારોમાં હાલ તમામ ખાદ્ય ખોરાકની હાટડીઓ અને કેટલીક હોટલો ફરીથી ધમધમતી થઈ ગઈ છે. દિવાળીના બે દિવસ પહેલા કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની અંદાજિત ૭થી વધુ ફાસ્ટ ફૂડની લારીઓ તથા હોટલોમાં આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નિયમોનો ભંગ પણ થતો હોવાનું જાણવા મળ્યું હતું. સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો હતો. છતાં દિવાળીના દિવસો હોવાથી તંત્ર દ્વારા આવા એકમોને સીલ કરવાને બદલે નજીવો દંડ કરીને મૌખિક રીતે તકેદારી રાખવાની તાકીદ કરી ને કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

જ્યારે મનપા દ્વારા આરોગ્ય વિભાગના હુકમોનું ઉલ્લંઘન કરતી અને સીલ કરવામાં આવેલી ફાસ્ટ ફૂડની દુકાનો અને હોટલો ફરીથી શરૂ થઈ ગઈ છે. આવા એકમો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સના નિયમોનું હજુ પાલન કરવામાં આવી રહ્યું છે કેમ તે બાબતે પણ નગરજનોમાં ચર્ચા જોવા મળી રહી છે. 

દિવાળીનો સમય હોવાથી નિયમોને નેવે મૂકીને નજીવો દંડ ભરાવીને આવા એકમોને ફરીથી શરૂ કરવા માટે વહીવટી તંત્ર ઉપર કોઈ દબાણ સર્જાયું હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે.