Get The App

સાયલામાં હોટલ વ્યવસાયી યુવાને ગળે ફાંસો ખાધો

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
સાયલામાં હોટલ વ્યવસાયી યુવાને ગળે ફાંસો ખાધો 1 - image

- 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

- પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી 

સાયલા : સાયલાની ખોડિયાર સોસાયટીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતક યુવાન હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.

ખોડિયાર સોસાયટીમાં રહેતા અમિત મંડળ નામના યુવાને બપોરના સમયે ઘરની સામે ગાડી પાકગ કરવા માટે રાખેલી ભાડાની જગ્યામાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ તેની પત્ની સહિતના આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

સાયલા પોલીસે મામલતદારની ટીમ સાથે રાખી મૃતદેહને હોસ્પિટલ ખસેડયો હતો. આ દુઃખદ ઘટનાને પગલે મૃતકના એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.