વડોદરાઃ આતંકી પ્રવૃત્તિને અનુલક્ષીને શહેરની હોટલ-લોજ સહિતના સ્થળોએ રોકાતા પ્રવાસીઓની માહિતી ફરજિયાત બનાવવામાં આવી છે.જેનો ભંગ કરનારા એક હોટલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
શહેર પોલીસ કમિશનર દ્વારા પથિક સોફ્ટવેરમાં દરેક હોટલ-લોજ દ્વારા નોંધણી કરી તેમાં રોકાતા પ્રવાસીઓની માહિતી અપલોડ કરવાની સૂચના આપતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
દિલ્હીમાં બ્લાસ્ટના બનેલા બનાવ બાદ પોલીસ દ્વારા હોટલ-લોજમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.જે દરમિયાન નિઝામપુરાની રાધેક્રિષ્ણા હોટલ દ્વારા પથિક સોફ્ટવેરમાં નોંધણી નહિ કરાવી હોવાથી માહિતી મુકવામાં આવતી નહિ હોવાનું જણાઇ આવતાં પોલીસે તેના સંચાલક ઇન્દરલાલ ધનરાજ પટેલ(સિધ્ધાર્થ ક્રેસ્ટ-૨,ગેસ સ્ટેશન સામે,નિઝામપુરા મૂળ માયર,કેજડ,ઉદેપુર, રાજસ્થાન)સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


