હોટલમાં ગ્રાહકે હોટલકર્મી અને અન્ય ગ્રાહકને માર મારતા ગુનો નોંધાયો
વાઘોડિયા રોડ ખાતે રહેતો વ્રજ પટેલ સારાભાઈ કેમ્પસ ખાતેની ઓફિસમાં રિલેશનશિપ મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે મે સહકર્મીઓ સાથે ઓફિસના નીચેના ભાગે ગામઠી કાઠીયાવાડી હોટલમાં જમવા ગયો હતો. હોટલમાં કામ કરતા સત્યમ રાજપુતને એક ગ્રાહક માર મારી રહ્યો હતો. ત્યારબાદ તે ગ્રાહકે મુજે ક્યુ દેખતા હૈ તેમ કહી મને પણ અપશબ્દો કહી હાથમાં પહેરેલ કડુ મારતા ઈજા પહોંચી હતી. હુમલાખોર સતિન્દરપાલસિંઘ (રહે - ક્રિષ્ના રેસીડેન્સી, ગોત્રી) આ બિલ્ડિંગમાં સલૂનમાં નોકરી કરતો હોવાની જાણ થઈ હતી. ઉક્ત ફરિયાદના આધારે ગોરવા પોલીસે આરોપીની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.