Get The App

ત્રાજ ગામના હોમગાર્ડ સાથે ફોટાની બદલે સ્કેનર મોકલી રૂપિયા 46 હજારની ઠગાઈ

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
ત્રાજ ગામના હોમગાર્ડ સાથે ફોટાની બદલે સ્કેનર મોકલી રૂપિયા 46 હજારની ઠગાઈ 1 - image

- 'તમારા સગાને અકસ્માત થયો છે, ફોટા મોકલું છું' જણાવી 

- હોમગાર્ડ એટીએમમાં પૈસા ઉપાડવા જતા ઠગાઈની જાણ થઈ, માતર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નડિયાદ : માતર તાલુકાના ત્રાજ ગામના હોમગાર્ડ જવાનને ગઠિયાએ 'તમારા સગાને અકસ્માત થયો છે, જેના ફોટા વોટ્સ અપ પર મોકલું છું' તેમ કહી સ્કેનર મોકલી તેમના બેંક ખાતામાંથી રૂ.૪૬,૦૦૦ ટ્રાન્સફર કરી ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

માતર તાલુકાના ત્રાજ ગામમાં રહેતા સતિષભાઈ રઘુનાથ પરમાર છેલ્લા ૧૫ વર્ષથી હોમગાર્ડમાં નોકરી કરે છે. ગત તા.૧૭-૧૦-૨૦૨૫ના રોજ તેઓ ઘરે હતા. ત્યારે તેમના મોબાઈલ પર વસીમ નામથી ગઠિયાએ ફોન કરી કહેલું કે, 'તમારા સગાને અકસ્માત થયો છે જેના ફોટા તમારા વોટ્સ અપમાં મોકલું છું' તેમ કહેતા સતિષભાઈ પરમારે મોબાઈલમાં જોતા સ્કેનર ઓપન થયું હતું. ત્યારબાદ તેઓ માતર બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા જતા તેમના એક્સિસ બેન્ક સોખડાના ખાતામાંથી રૂ.૪૬,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આમ અજાણ્યા ગઠિયાએ ફોટાના બદલે સ્કેનર મોકલી રૂ.૪૬,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ મામલે સતિષભાઈ રઘુનાથ પરમારની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.