Gujarat

જામનગર શહેરમાં પવિત્ર મહોરમના તહેવારનો પ્રારંભ : કલાત્મક તાજિયાનું નિર્માણ કાર્ય પૂરજોશમાં

By GS TEAM
28 Jun 20251 min read
TukuTouch Logo
કલાત્મક ચાંદીના તાજીયા સહિત 29 પરવાનાવાળા તાજીયાઓ : ઉપરાંત અન્ય તાજીયાનું પણ નિર્માણ કાર્ય ચાલુ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં પવિત્ર મહોરમના તહેવારનો પ્રારંભ : કલાત્મક તાજિયાનું નિર્માણ કાર્ય પૂરજોશમાં

Jamnagar : જમણવાર તા.28, મહોરમથી જ ઇસ્લામના નવા વર્ષનો આરંભ થાય છે. આ વખતે ઇસ્લામના 1447 માં વર્ષનો પ્રારંભ થયો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા 'હઝરત ઈમામ હુસૈન સાહેબ' ની શહાદતની યાદમાં મહોર્રમ માસ દરમ્યાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. મહોરમ માસ દરમ્યાન જામનગર શહેરમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે. જામનગર શહેરના "ચાંદી" નો તાજીયો, "અમી ધૂળધોયા" અને "બુલંદી ગ્રુપ" નો તાજીયો ખુબજ વિખ્યાત છે. ત્યારે, જામનગરમાં અલગ-અલગ વિસ્તારમાં કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. એક-એક તાજિયા માટે અંદાજે દોઢથી બે લાખનો ખર્ચ થતો હોય છે, અને યુવાનો દિવસ રાત જોયા વગર છેલ્લા દોઢેક માસથી તાજીયા બનાવાની તૈયારી કરતા હોય છે.

જામનગર શહેરમાં પરવાનાવાળા તાજીયા કુલ 29 છે. ઉપરાંત મોટી સંખ્યામાં બીજા અનેક મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા કલાત્મક તાજીયા બનાવમાં આવે છે. મુખ્યત્વે તાજીયામાં લાકડું અને થર્મોકલનો ઉપયોગ થતો હોય છે. તાજીયાની ડિઝાઇન માટે બાદમાં તેમાં અલગ-અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજીયાને લાઇટિંગ કામ માટે હાલમાં એલ.ઇ.ડી, બલ્બ અને સીરિઝથી સુશોભિત કરવામાં આવે છે. તાજીયા સંચાલકો દ્વારા સતત એકથી દોઢ મહિનાની જહેમતથી તાજીયાનું કામ પૂર્ણ થતું હોય છે જેનો હાલ પ્રારંભ થઈ ગયો છે.