Gujarat

હરણી ગોલ્ડન બ્રિજ પાસે હીટ એન્ડ રન, બાઈક ચાલકને અડફેટમાં લઈ ડમ્પર ચાલક ફરાર

By GS TEAM
6 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેર અને હાઇવે ઉપર અકસ્માતોના બનાવ સતત બનતા હોય છે. જે દરમિયાન હરણી નજીક હાઇવે પર વધુ એક બનાવ બનતા ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હરણી ગોલ્ડન બ્રિજ પાસે હીટ એન્ડ રન, બાઈક ચાલકને અડફેટમાં લઈ ડમ્પર ચાલક ફરાર

વડોદરા શહેર અને હાઇવે ઉપર અકસ્માતોના બનાવ સતત બનતા હોય છે. જે દરમિયાન હરણી નજીક હાઇવે પર વધુ એક બનાવ બનતા ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરાઇ છે.

ખંડેરાવ માર્કેટ નજીક વૈકુંઠધામ એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલભાઈ ખારવા બાઈક લઈ સવારે ગોલ્ડન ચોકડી પાસેથી સર્વિસ રોડ પરથી પસાર થતા હતા તે દરમિયાન પૂર ઝડપે ધસી આવેલા ડમ્પરે તેમને અડફેટમાં લેતા તેઓ ફંગોળાઈ ગયા હતા. 

બાઈક ચાલકને છાતી, પગ તેમજ શરીરના અન્ય ભાગે ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ ડમ્પર ચાલક ફરાર થઈ જતા હરણી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તેની તપાસ હાથ ધરી છે.