Get The App

સર્કિટ હાઉસ પાસે હીટ એન્ડ રન ઃ બાઈક સવાર યુગલને ફંગોળી કાર ચાલક ફરાર

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
સર્કિટ હાઉસ પાસે હીટ એન્ડ રન ઃ બાઈક સવાર યુગલને ફંગોળી કાર ચાલક ફરાર 1 - image


ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે

યુવક અને યુવતી ફરવા માટે આવ્યા હતા તે સમયે અકસ્માત પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૃ કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સકટ હાઉસ પાસે ગઈકાલે બપોરના સમયે બાઇક ઉપર જઈ રહેલા યુવક અને યુવતીને કાર ચાલકે હડફેટે લીધા હતા અને ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતમાં બંને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી ફરાર વાહન ચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. આ સ્થિતિમાં ગઈકાલે પણ શહેરના સકટ હાઉસ પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બહાર આવી હતી. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક ભાટ કોટેશ્વર માર્ગ ઉપર આવેલી પોલાસેર શેલેસ્કીય વસાહતમાં રહેતા યસ રાજેશભાઈ ચૌધરી તેની મિત્ર પ્રગતિ ચૌહાણ સાથે ગઈકાલે બાઈક લઈને ગાંધીનગર ફરવા માટે આવ્યા હતા. તેઓ જ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સકટ હાઉસ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે તેમના બાઇકને અડફેટે લીધું હતું અને જે અકસ્માતમાં આ બંને રોડ ઉપર પટકાયા હતા.

જોકે અકસ્માત સર્જીને કારનો ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર શરૃ કરવામાં આવી હતી તો આ ઘટના અંગે પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા વાહન ચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં ફરાર વાહન ચાલકો સમયસર પકડાતા નથી જેના કારણે આ પ્રકારની ઘટનાઓ વધતી રહે છે.

Tags :