Gujarat

વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી

By GS TEAM
2 Sep 20251 min read
TukuTouch Logo
વડોદરા અટલબિજ ઉપર અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં મહિલા સ્કૂટર ચાલકને અડફેટમાં લેનાર કારચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી

Vadodara Hit and Run : વડોદરા અટલબિજ ઉપર અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં મહિલા સ્કૂટર ચાલકને અડફેટમાં લેનાર કારચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે ગોત્રી ભાયલી રોડ પર શ્યામલ એવન્યુ ખાતે રહેતા અને ઇંગ્લીશ સ્પીકિંગ ક્લાસમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા હીનાબેન કટારીયા ગઈકાલે સવારે સ્કૂટર લઈ અટલ બ્રિજ ઉપરથી પસાર થતા હતા તે દરમિયાન એક કાર ચાલકે તેમને અડફેટમાં લીધા હતા. 

મહિલાને માથાના ભાગે ગંભીર્યા પહોંચી હતી તેમજ હવે અને શરીરના ભાગોએ પણ બીજા થતા બેભાન થઈ ગઈ હતી. બનાવને પગલે પોલીસે કાર નંબરને આધારે ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.