Gujarat

જામનગર-રાજકોટ રોડ પર નાની બાણુગાર નજીક હિટ એન્ડ રનનો ગોઝારો બનાવ : અજાણ્યા વ્યક્તિનું મોત

By GS TEAM
1 Jun 20261 min read
TukuTouch Logo
અજાણ્યા વાહનની ઠોકરે ગંભીર ઈજા, સારવાર દરમિયાન મૃત્યુ : ફરાર વાહનચાલક સામે ગુનો નોંધાયો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર-રાજકોટ રોડ પર નાની બાણુગાર નજીક હિટ એન્ડ રનનો ગોઝારો બનાવ : અજાણ્યા વ્યક્તિનું મોત

Jamnagar Accident : જામનગર નજીક નાની બાણુગાર ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનની ઠોકરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક વિગતો મુજબ રાધિકા હોટલ સામેના માર્ગ પર અજાણ્યા વાહનચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન હંકારી રસ્તા પર રહેલા વ્યક્તિને અડફેટે લીધો હતો.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને માથા, પગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

પંચકોશી એ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વાહન તથા ચાલકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.