મહીસાગરના નરોડામાં હચમચાવી દેનારી ઘટના: કાર ચાલકે બાઈક અને ચાલકને 3 કિલોમીટર ઢસડ્યા, ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો

Mahisagar News: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગામમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં એક કાર ચાલકે બાઈક અને બાઈક ચાલકને 3-4 કિલોમીટર સુધી ઢસેડ્યુ હતું. આ કાળજું કંપાવી દેનારી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આ ઘટના બાબલીયાથી નરોડા તરફ જવાના રસ્તે બની છે. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

