પ્રતિકાત્મક તસવીર |
Panchmahal Accident : પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક તરવડા ગામ પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટનામાં બે રાહદારીઓના મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જી ઈકો વાનનો ચાલક વાહન સહિત ફરાર થઈ ગયો હતો, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૃતકો હાલોલના ગમીરપુરા ગામના રહેવાસી હતા. તેઓ તરવડા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ઈકો વાનના ચાલકે ત્રણ રાહદારીઓને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે ત્રીજા રાહદારીને ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ફરાર થઈ ગયેલા ઈકો વાન ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગમીરપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


