Get The App

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું 1 - image

Vadodara Western Railways : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં સલામતીના ક્ષેત્રે આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝન હેઠળના મહત્વપૂર્ણ બાજવા–અમદાવાદ (બી.જે. ડબલ્યુ–એ.ડી.આઇ.) રેલ વિભાગમાં કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું સફળ કમિશનિંગ કરવામાં આવ્યું છે, જે પશ્ચિમ રેલવેમાં પ્રથમ છે.

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું 2 - image

બાજવાથી અમદાવાદના 96 કિલોમીટર લંબાઈના રૂટમાં 17 રેલવે સ્ટેશનો કવર કરાયા છે. જેમાં 23 ટાવર અને 20 કવચ ઇમારતોનો સમાવેશ થાય છે. 192 કિલોમીટર લંબાઇના રેલ્વે નેટવર્ક પર ઓ.એફ.સી.(ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશન કેબલ) નાખવામાં આવ્યા છે. આર.એફ.આઈ. ડી. (રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન) ટેગ્સ 2872 ઇન્સ્ટોલ કરાયા છે. કવચ સિસ્ટમથી સંપૂર્ણ સજ્જ પ્રથમ ટ્રેન સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન 11 એલ.એચ.બી. (લિંકે-હોફમેન-બુશ) કોચ સાથે દોડાવી છે. વડોદરા ડિવિઝનના પ્રતાપનગર તેમજ અમદાવાદ ખાતે એન.એમ.એસ (નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમ) સ્થાપિત કરાઈ છે. કવચ સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત બનતા રેલવે સંચાલનમાં સલામતીના જોખમો આપમેળે નિયંત્રિત થશે.  જે એસ.પી.એ.ડી.( સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર)થી થનારા અકસ્માતો અટકાવશે. આપમેળે ગતિ નિયંત્રણ (સેક્શનલ સ્પીડ, લૂપ લાઇન તથા પી.એસ.આર (પરમનેન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન) મોનીટરીંગ કરશે. સામસામે તથા પાછળથી થનારી ટક્કર સામે સુરક્ષા મળશે. લેવલ ક્રોસિંગ ગેટ પર આપમેળે વિસલિંગ થશે.   

આજે વડોદરા–અમદાવાદ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં વડોદરા વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે હાજર રહી આ પ્રણાલીની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી વડોદરા ડિવિઝનમાં રેલ મુસાફરી વધુ સલામત, વિશ્વસનીય અને આધુનિક બનશે.