Gujarat

સાબરકાંઠા: પોન્ઝી સ્કીમમાં ત્રણ કરોડની છેતરપિંડીનો કેસ, મુખ્ય આરોપીને હિંમતનગર પોલીસે ઝડપ્યો

By GS TEAM
12 Mar 20262 mins read
TukuTouch Logo
સાબરકાંઠામાં એ.આર. કન્સલ્ટન્સી પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલો સામે આવ્યો છે. જેમાં ત્રણ કરોડની છેતરપિંડી મામલે રોકાણકારોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદના આધારે પોન્ઝી સ્કીમ ચલાવતા મુખ્ય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠા: પોન્ઝી સ્કીમમાં ત્રણ કરોડની છેતરપિંડીનો કેસ, મુખ્ય આરોપીને હિંમતનગર પોલીસે ઝડપ્યો

Himmatnagar Ponzi Scheme Fraud Case : સાબરકાંઠામાં એ.આર. કન્સલ્ટન્સી પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલો સામે આવ્યો છે. જેમાં ત્રણ કરોડની છેતરપિંડી મામલે રોકાણકારોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદના આધારે પોન્ઝી સ્કીમ ચલાવતા મુખ્ય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોન્ઝી સ્કીમમાં ત્રણ કરોડની છેતરપિંડીનો કેસ

સાબરકાંઠાના હિંમતનગર ખાતે એ.આર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકો દ્વારા લોકોને 30થી 10 ટકા સુધી વળતર આપવાની લોભામણી જાહેરાતો કરી રોકાણકરો પાસેથી લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યા હતું. પરંતુ વળતર ન ચુકાવતા અંતે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં રોકાણકારોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસ દ્વારા અલગ-અલગ ટિમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી હતી.

મુખ્ય આરોપીને હિંમતનગર પોલીસે ઝડપ્યો

પોલીસે એઆર કન્સલ્ટન્સી નામની પેઠી પરથી કેટલાક મહત્ત્વના દસ્તાવેજો કબજે લઈ તપાસ શરૂ કરી હતી. તેમજ એક ફરિયાદી અને અલગ અલગ 10 જેટલાં સાક્ષીઓ પાસેથી પણ પોલીસ દ્વારા પુરાવાઓ એકઠા કરી કર્યા હતા. જેમાં પેઢીના સંચાલકો અને એમના એજન્ટો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરીને અનેક ગણું વળતર મળતું હોવાની લોભામણી લાલચ આપીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. જેમા 11 માસથી સુધી લોકો પાસે રોકાણ કરાવીને વળતર કે મૂડી પરત ન આપતા અંત રોકાણકારોએ પોલીસ ફરિયાદમાં હતી. 

આ પણ વાંચો: LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત

આ પોન્ઝી સ્કીમમાં સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના 10થી વધુ લોકોએ 3.45 કરોડ રૂપિયા જેટલી મૂડી રોકાણ કરી હતી. આ કેસમાં અગાઉ બે આરોપી ઝડપાયા હતા. જ્યારે હવે મુખ્ય આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.