Gujarat
અમદાવાદ-મુંબઇ હાઇવે પર વડોદરા નજીક 15 કિમી ટ્રાફિક જામ બાદ તંત્ર દોડતું થયું,ખાડા પુર્યા
By GS TEAM
27 Jun 20251 min read

વડોદરાઃ અમદાવાદ-મુંબઇ હાઇવે પર ૧૫ કિમી સુધી ટ્રાફિક જામ થતાં સર્જાયેલા ઊહાપોહ બાદ તંત્ર દોડતું થયું છે અને ખાડા પુરવા માટે કવાયત હાથ ધરી છે.
વડોદરા નજીક જામ્બુવાથી બામણગામ સુધી સાંકડા બ્રિજ અને ખાડાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોથી રોજેરોજ ટ્રાફિક જામ થતો હતો.ગઇકાલે ૧૫ કિમી સુધીનો જામ થતાં વાહનચાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.
આ ટ્રાફિકમાં ત્રણેક એમ્બ્યુલન્સ તેમજ ખુદ જિલ્લા કલેક્ટર પણ ફસાયા હતા.જેને કારણે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થયા હતા અને ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આમ,હાલપુરતી ખાડાઓને કારણે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે.પરંતુ જ્યાં સુધી સાંકડા બ્રિજનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી આ સમસ્યાનો કાયમી હલ નહિ થાય.








