વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 78.43 ટકા ઊંચું મતદાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Gram Panchayat Election : વડોદરા જિલ્લામાં ગઈકાલે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોડી રાત્રે જાહેર થયેલા આંકડા મુજબ કુલ 78.43 ટકા મતદાન થયું હતું.
વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં આવેલી 208 ગ્રામ પંચાયતોમાં ગઈકાલે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી આ પંચાયતોમાં કુલ 459044 મતદારો નોંધાયા હતા જેમાં 1860,60 પુરુષ અને 173982 સ્ત્રી મતદારોની નોંધણી થઈ હતી. આ મતદારો પૈકી કુલ 360042 મતદારોનું વોટીંગ થયું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લાની 208 ગ્રામ પંચાયતોમાં 78.43 ટકા મતદાન નોંધાયું છે જેમાં પુરુષોનું 79.78% અને સ્ત્રીઓનું 77.05 ટકા મતદાન થયું છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં 10 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ 72.31% વોટિગ થયું હતું આ પેટા ચૂંટણીઓમાં કુલ 7,489 મતદારો હતા જે પૈકી પુરુષોનું 74 ટકા અને સ્ત્રીઓનું 71.18% વોટિંગ થયું હતું.








