મોડી રાત સુધી ગરબાને લઈ હાઈકોર્ટની સ્પષ્ટતા, નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે

પોલીસને અગાઉના હુકમનું પાલન કરવાની જવાબદારી,ફરિયાદ થશે તો 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચાલે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
મોડી રાત સુધી ગરબાને લઈ હાઈકોર્ટની સ્પષ્ટતા, નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે 1 - image



અમદાવાદઃ (Ahmedabad)ગુજરાતમાં નવરાત્રીના તહેવારોમાં લોકોને હેરાન નહીં કરવા પોલીસને સરકારે સૂચના આપી છે. (Gujarat High Court)રાજ્ય ગૃહમંત્રીએ કહ્યું છે કે સમયની પાબંધી વિના લોકોને છૂટથી ગરબા રમવા (Police) દેવા તેમજ ફુડકોર્ટ પણ ચાલુ રાખવી. (late night garba)રાત્રીના ૧૨ વાગ્યા પછી લોકોને પરેશાન નહીં કરવાનું કહેવાયું છે. (Harsh sanghvi)પીણીની લારીઓ તેમજ ફુડકોર્ટને બંધ કરવાના આદેશ આપે છે (Navratri)પરંતુ સરકારે પોલીસને નવરાત્રી મહોત્સવ હળવાશથી લેવા તેમજ કાયદાના ડંડા નહીં પછાડવા કહ્યું છે. આ મુદ્દે હવે હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા મુદ્દે સ્પષ્ટ સૂચના આપી દીધી છે. 

નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે

ગુજરાત હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા અંગે સ્પષ્ટ સૂચના આપી દીધી છે. કોઈપણ નાગરીક ફરિયાદ કરશે તો પોલીસે પણ કાર્યવાહી કરવી પડશે. પોલીસને અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી છે. જો કોઈ પણ પ્રકારની ફરિયાદ થશે તો રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય. ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી જ વિવાદ શરૂ થયો હતો. તેમણે આયોજકોને વહેલા ગરબા શરૂ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે હાઈકોર્ટની સૂચના બાદ પોલીસ ફરીવાર એક્શનમાં આવે તો નવાઈ નહીં. મોડી રાત સુધી ચાલનારા ગરબા અંગે જો કોઈ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. 

ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે જાહેરાત કરતાં કહ્યું કે ખેલૈયાઓ ગુજરાતની સંસ્કૃતિના ભાગરૂપ એવા રાસ ગરબાનો આનંદ વધુમાં વધુ સમય સુધી લઇ શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસને સૂચન કર્યું છે. સંઘવીએ કહ્યું કે પોલીસને ખાસ તાકીદ કરવામાં આવી છે કે કોઇપણ ખેલૈયાઓને કે ગરબા રસિકોને કોઇ અગવડ ન પડે અન્યથા ખોટી કોઇ હેરાનગતિ ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે. જો કે ખાનગી ગરબા આયોજકોએ તે વાતનું ધ્યાન રાખવું પડશે કે ગરબામાં લાઉડ સ્પીકરના અવાજને કારણે આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં લોકોને બિનજરૂરી કોઇ ખલેલ પહોંચવી જોઇએ નહીં. આ માટે ખાનગી ગરબા આયોજકો રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબા ચાલું રાખવા ઇચ્છતા હોય તો તેમણે ઓછો અવાજ કરે તેવી મ્યુઝિક સિસ્ટમ પર ગરબા કરાવવા પડશે. 

મોડી રાત સુધી ગરબાને લઈ હાઈકોર્ટની સ્પષ્ટતા, નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે 2 - image


Google NewsGoogle News