Gujarat
અમૂલની 10 મંડળીને 'ક' વર્ગમાં મૂકવા મુદ્દે હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી
By GS TEAM
14 Aug 20251 min read

આણંદ: અમૂલ ડેરીની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરી તા. ૧૦ ઓગસ્ટે મતદાન યોજવાનું જાહેર કરી દેવાયું છે. અમૂલની ચૂંટણીની મતદાર યાદી જાહેર કરી ૧૨૧૦ જેટલા મતદારોને અધિકૃત જાહેર કરવામાં આવેલા છે. જેમાં નડિયાદ બ્લોકની ત્રણ અને કપડવંજની સાત બ્લોકની ૧૦ મંડળીઓના મતદારો પણ જાહેર કરાયેલા છે પરંતુ, આ મંડળીઓને હાલ 'ક' વર્ગમાં મૂકવામાં આવી છે. સહકારી ક્ષેત્રના નિયમ મુજબ જે મંડળી 'ક' વર્ગમાં હોય તેના મતદારો મત આપી શકે પરંતુ ચૂંટણીમાં ઉમેદવારીપત્ર માટે ગેરલાયક હોય છે. ત્યારે સક્ષમ મંડળીઓને 'ક' વર્ગમાં મૂકવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ કરાઈ હતી.
જે મામલે આજે સુનાવણી હતી પરંતુ, રજાના માહોલને કારણે હવે આગામી સુનાવણી સોમવારે કરવામાં આવનાર છે.








