સત્તાધીશોનો પરિસ્થિતિ પર અંકુશ ના હોય તો કાયદાનું પાલન બંધ કરી દો, બિસ્માર રસ્તા-ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ
Gujarat High Court News: અમદાવાદ સહિત રાજયભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં મંગળવારે ગુજરાત હાઇકોર્ટે બહુ નારાજગી સાથે રાજય સરકાર અને અમ્યુકો સાાવાળાઓ સહિતના સાાધીશોનો ઉધડો લેતાં સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટના વારંવાર હુકમો છતાં તેનું કોઇ પાલન કે અમલવારી દેખાતી નથી. જો સરકાર અને સાાધીશોનો સીસ્ટમ કે પરિસ્થિતિ પર અંકુશ ના હોય તો પછી કાયદાની અમલવારી બંધ કરાવી દો. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બસ હવે બહુ થયું....હવે કોઇ સમય કે ઉદારતાની વાત નહી. હાઇકોર્ટ હવે બેજવાબદાર અધિકારીઓ અને સાાવાળાઓ વિરૂદ્ધ ચાર્જફ્રેમ કરશે તે નક્કી છે.
બેજવાબદાર અધિકારીઓ અને સાાવાળાઓ વિરૂદ્ધ ચાર્જફ્રેમ કરવાનું હાઇકોર્ટનું મક્કમ વલણ : હવે કોઇ સમય કે ઉદારતાની વાત નહીં
હાઇકોર્ટનો ગરમ મિજાજ પારખીને સરકાર અને અમ્યુકો સાાવાળાઓ ફફડી ઉઠયા હતા અને અદાલતને વિંનતી કરવા લાગ્યા હતા જો કે, હાઇકોર્ટે તેમની વિનંતીને ફગાવી સાફ શબ્દોમાં સુણાવ્યું કે, ના હવે બીજી કોઇ વાત નહી, અમે ગુરૂવારે આ મેટર સાંભળીશું અને જે કોઇ કસૂરવાર અધિકારીઓ કે સાાવાળાઓ હોય તેઓની વિરૂદ્ધ ચાર્જ ફ્રેમ કરવા જઇ રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ-વારંવાર નિયમભંગ કરતા કે કાયદો તોડતા તત્વો વિરૂઘ્ધ સખ્તાઇથી અને લોખંડી હાથે કામ લો. લારી- ગલ્લા સહિતના ગેરકાયદે દબાણો, ટ્રાફિકની વિકટ સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ સહિતની સમસ્યાઓ મામલે હાઇકોર્ટમાં કેસની સુનાવણી હોય ત્યારે જ અને તેટલા પૂરતી નહી પરંતુ સતત અને નિયમિત ધોરણે કાયમી નિરાકરણ આવે તે રીતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરો. અમારે કાયમી સોલ્યુશન જોઇએ છે. સરકારપક્ષ અને અમ્યુકો તરફથી હાઇકોર્ટના હુકમોની અમલવારી અને દબાણો દૂર કરવાથી લઇ ટ્રાફિક સહિતની સમસ્યાઓના નિરાકરણ માટેની ખાતરી આપવામાં આવી હતી.
પરંતુ આ હૈયાધારણ માત્ર કહેવ પૂરતી જ હતી અને વાસ્તવમાં કોઇ જ પાલન થયુ ન હતું. જેથી શહેરના બિસ્માર રસ્તાઓ, ટ્રાફિકની વિકટ સમસ્યા ખાસ કરીને રોંગ સાઇડ વાહનો ચલાવતા તત્વો વિરૂઘ્ધ કાર્યવાહી કરવામાં સાાવાળાઓની બિલકુલ નિષ્ક્રિયતા અને લાલીયાવાળીને લઇ હાઇકોર્ટે આજે સરકાર, ટ્રાફિક સાાવાળાઓ અને અમ્યુકોને ઝાટકયા હતા. જસ્ટિસ એ.એસ.સુપહીયાએ જણાવ્યું કે, જુદા જુદા અખબારી અહેવાલો જોતાં અમારા ઘ્યાનમાં આવ્યું છે કે, હાઇકોર્ટના હુકમોની કોઇ જ અમલવારી નથી.
રોંગ સાઇડ વાહનો ચલાવતા તત્વો છડેચોક કાયદાનું અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો તમે શું પગલાં લીધા...? ખરેખર રોંગ સાઇડ વાહન ચલાવનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાવો જોઇએ તેના બદલે તેમાં વધારો થયો છે. એ જ બતાવે છે કે, તમે શું કરી રહ્યા છો. અમે હવે કંઇપણ થાય બેજવાબદાર અધિકારીઓ અને સાાવાળાઓ વિરૂઘ્ધ ચાર્જ ફ્રેમ કરીશું તે નક્કી છે.
જેથી સરકારપક્ષ તરફથી અદાલતને ભારપૂર્વક વિનંતી કરવામાં આવી હતી કે, ચોક્કસપણે અદાલતના હુકમોનું પાલન કરવાનું જ હોય અને અમે બધી વિગતો કોટ સમક્ષ મૂકીશુ પણ સમય આપવામાં આવે. જો કે, હાઇકોર્ટે લાંબી મુદત આપવાનો પણ સાફ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટ મેટર ચાર્જફ્રેમ માટે રાખતી હતી પરંતુ સરકાર દ્વારા બહુ વિનંતી કરાતાં હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી ગુરુવારે 17મી જુલાઇએ રાખી હતી.