Get The App

અમદાવાદમાં રાત્રિ ચેકિંગના નામે લૂંટ કરતા પોલીસ કર્મીઓ સામે હાઈકોર્ટ લાલઘૂમ, સુઓમોટો દાખલ

એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ કર્મીઓની ધરપકડ બાદ એક્શન

હાઇકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરને આંકડા સાથે રિપોર્ટ આપવા આદેશ કર્યો

Updated: Aug 29th, 2023

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં રાત્રિ ચેકિંગના નામે લૂંટ કરતા પોલીસ કર્મીઓ સામે હાઈકોર્ટ લાલઘૂમ, સુઓમોટો દાખલ 1 - image



અમદાવાદઃ શહેરમાં રાત્રી ચેકિંગ દરમિયાન પોલીસકર્મીઓએ એક દંપતી પાસેથી પૈસા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. દંપતી એસપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહ્યું હતું. તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે કહીં ગુનો ન નોંધવા બે લાખની માંગણી કરી હતી. અંતે 60 હજાર આપવાનું નક્કી થતા પોલીસકર્મીઓ ટેક્સીમાં બેસી ગયા અને દંપતીમાંથી યુવકને પોલીસની ગાડીમાં બેસાડી ATMમાંથી પૈસા ઉપડાવ્યા અને તે પૈસા પડાવી લીધા હતા. આ કેસમાં સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્રણેય પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. 

આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી થશે

પ્રાપ્ત વિગતો પ્રમાણે હવે આ કેસમાં હાઈકોર્ટ લાલઘુમ થઈ છે અને સુઓમોટો દાખલ કરી છે. એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ સામે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ છે. આ અંગે હાઇકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરને આંકડા સાથે રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. કેટલા પોલીસ કર્મીઓ આ ગુનામાં જોડાયેલા છે તેની તમામ વિગત આપવા અમદાવાદ પોલીસ કમિશનરને કોર્ટે નિર્દેશ કર્યો છે. આ અંગે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી થશે.

ત્રણેય પોલીસ કર્મીઓની ધરપકડ કરી હતી

અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા મિલન કેલા, તેમની પત્ની અને એક વર્ષના બાળકને લઈને તેઓ 25 ઓગસ્ટની રાતે અમદાવાદ એરપોર્ટથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ઉબેર ટેક્સીમાં ત્રણેય જતા હતા ત્યારે એસ.પી. રીંગ રોડ ઓગણજ ટોલ ટેક્સ સર્કલ તરફ જવાના રસ્તે એક પોલીસની ગાડી ઉભી હતી. જેની પાસે બે વ્યક્તિ ખાખી વર્ધીમાં અને એક વ્યક્તિ સિવિલ ડ્રેસમાં ઉભો હતો. સિવિલ ડ્રેસવાળા વ્યક્તિએ ગાડી ઉભી રખાવી અને મિલનભાઈને પૂછ્યું હતું કે, તમે આ સમયે ક્યાંથી આવો છો, તમને ખબર નથી પડતી અત્યારે ડ્રાઈવ ચાલે છે તમે જાહેરનામાનો ભંગ કર્યો છે. તમારા વિરૂદ્ધ ફરિયાદ કરવાની છે. પોલીસકર્મીએ ધમકી આપી હતી કે, તમે પૈસા નહીં આપો તો તમને જેલમાં પૂરી દઈશું અને તમને ત્રણ વર્ષની સજા થશે. ત્યાર બાદ સોલા પોલીસે ગુનો નોંધીને ત્રણેય પોલીસ કર્મીઓની ધરપકડ કરી હતી. 


Tags :