Get The App

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું 1 - image

Jamnagar News: દિલ્હીના લાલકિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં એલર્ટ જારી કરી દેવાયું છે, જેની સાથે સાથે હાલારના સાગર કિનારા ઉપર પણ તંત્ર દ્વારા એલર્ટ જારી કરીને તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાના દરિયાકિનારા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે સંદર્ભમાં તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. દરિયાઈ વિસ્તારમાં વાત કરવામાં આવે તો જામનગરના બેડી બંદર ઉપર બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ તેમજ મરીન કમાન્ડો સહિતની જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું 2 - image

બેડીમંદરના દરિયા કિનારાઓ ઉપર લાંગરવામાં આવેલી ફિશીંગ બોટ સહિતના સાધનોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બેડી મરીન પોલીસ સ્ટેશન અને મરીન કમાન્ડો ની મોટી ટીમ જોડાઈ હતી, અને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિકારી પ્રતિભા, તેમજ જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જયવીર સિંહ ઝાલા, અને ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સુરક્ષા અભિયાનમાં એલસીબીની ટીમ એસઓજી શાખાની ટુકડી મરીન પોલીસ સ્ટેશન અને મરીન કમાન્ડોની ટુકડી જોડાઈ હતી.

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું 3 - image