Get The App

રાજકોટમાં ઝડપાયા હાઈટેક ગંજીપાના: કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય, લેન્સથી હરીફના પત્તા જોઈ શકાય

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં ઝડપાયા હાઈટેક ગંજીપાના: કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય, લેન્સથી હરીફના પત્તા જોઈ શકાય 1 - image


Rajkot News: શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો છે, પરંતુ આ મહિનાની શરૂઆતમાં સાતમ-આઠમના પર્વ દરમિયાન લોકો જુગાર રમવા લાગી જાય છે. જુગાર રમવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય જુગારી ઓનો રાફડો ફાટી નીકળે છે. ત્યારે જુગારના રમવાના શોખીનો માટે રાજકોટથી ચેતવણી રૂપ ઘટના સામે આવી છે. જેમાં જુગારમાં ટેક્નોલોજીની મદદથી છેતરપિંડી થઈ રહી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વાવડી વિસ્તારમાં વિપુલ પટેલ ઘરે દરોડો પાડ્યા હતા. આ દરોડામાં એવા ગંજીપાના મળી આવ્યા હતા, જે મોબાઈલ એપમાં સ્કેન કરેલા હતા. આ ઉપરાંત ગંજીપાના ઉપર કેમિકલ છાંટેલું હતું, જેથી આંખમાં લેન્સ પહેરીને સામેવાળાના તમામ પત્તા જોઈ શકાતા હતા. 


જાણો શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પુનીતનગર વાવડી વિસ્તારમાં રહેતા વિપુલ પટેલના ઘરે દરોડા પડાવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘરમાંથી જુગાર રમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવા કેમિકલ યુક્ત ગંજીપાનાની કેટ, આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સ, સેન્સર યુક્ત મોબાઈલ તથા મખ્ખી બ્લુટૂથ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે વિપુલ પટેલની અટકાયત કરીને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 

રાજકોટમાં ઝડપાયા હાઈટેક ગંજીપાના: કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય, લેન્સથી હરીફના પત્તા જોઈ શકાય 2 - image

કેવી રીતે થતો હતો પત્તાનો ઉપયોગ

આરોપીના જણાવ્યાનુસાર, આ પત્તાની કેટ કેમિકલયુક્ત હોય છે અને આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સને પહેરવાથી ગંજીપાના આરપાર જોઈ શકાય છે. આ ઉપરાંત સેન્સર યુક્ત એન્ડ્રોઈડ મોબાઇલ મદદથી ગંજીપાનામાં રહેલા સેન્સર વડે તમામ પાના સ્કેન કરી જુગાર રમતી વખતે કઈ બાજી સૌથી મોટી છે અને કેટલા નંબરની બાજી વિજેતા બની શકે તે જાણી શકાય છે. આ ઉપરાંત કાનમાં લગાવવામાં આવેલા બ્લુટૂથની મારફતે જાણ થતી કે આ ગેમમાં કેટલા નંબરની બાજી વિજેતા બનશે. 

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો ખેડૂતોના હિતમાં મોટો ચુકાદો, 15000 ખેડૂતોને મળશે પાક વીમાની રકમ

હાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આંખના 75 લેન્સ, 4260 ગંજીપાનાની કેટ, ચાર મખ્ખી બ્લુટૂથ, ચાર મોબાઈલ ફોન મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરીને FSLમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :