Gujarat

વડોદરા: હેરિટેજ બિલ્ડીંગોની કામગીરી માટે હેરિટેજ સેલને સક્રિય થવા તાકીદ

By GS TEAM
11 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે ફ્યુચરિસ્ટક સેલ અને હેરિટેજ સેલને સક્રિય થઈ જવા કહ્યું છે. ખાસ તો હેરિટેજ બિલ્ડીંગના કામોને પ્રાથમિકતા આપવા અને શહેરના તમામ તળાવની સફાઈ તેમજ રી ડેવલોપમેન્ટની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. હાલમાં માંડવી ગેટની કામગીરી કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: હેરિટેજ બિલ્ડીંગોની કામગીરી માટે હેરિટેજ સેલને સક્રિય થવા તાકીદ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે ફ્યુચરિસ્ટક સેલ અને હેરિટેજ સેલને સક્રિય થઈ જવા કહ્યું છે. ખાસ તો હેરિટેજ બિલ્ડીંગના કામોને પ્રાથમિકતા આપવા અને શહેરના તમામ તળાવની સફાઈ તેમજ રી ડેવલોપમેન્ટની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. હાલમાં માંડવી ગેટની કામગીરી કરવામાં આવી છે. 

શહેરના ચારેય મેન ગેટ ઉપરાંત કોર્પોરેશન હસ્તકના હેરિટેજ ઇમારતો માટે પ્રાથમિક યાદી તૈયાર કરીને ત્રણ બાબતો પર ભાર મુકાશે. જેમાં તાત્કાલિક રિપેર કરવા યોગ્ય ઇમારતો, લાંબા ગાળાની કામગીરી અને લેવાપાત્ર સાર સંભાળ અને સરકાર તરફથી આવી ઇમારતો માટે મળનાર સહાય સંદર્ભે કેટેગરી નક્કી કરવામાં આવશે. હેરિટેજ એડવાઈઝરી કમિટીની બેઠકમાં આનું પ્રેઝન્ટેશન કરાશે, ઉપરાંત કન્ઝર્વેશન કમિટી સમક્ષ પણ તે રજૂ કરાશે. શહેરમાં આવેલા હેરિટેજ બિલ્ડીંગોના સંરક્ષણ અને જતન માટે પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે.