Get The App

સગીરા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને ૨૦ વર્ષની સખ્ત કેદ

ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા બાદ મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું હતું

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
સગીરા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને ૨૦ વર્ષની સખ્ત કેદ 1 - image

વડોદરા : સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કેળવ્યા બાદ તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. બચાવ પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી વિધર્મી હોવાથી તેને ફસાવવામાં આવ્યો છે. અદાલતે બચાવ પક્ષની દલીલ ફગાવી દઇ આરોપીને રૃા.૫૦ હજારનો દંડ તેમજ આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ૧ વર્ષની સજાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, ૧૭ વર્ષ ૮ માસની ઉમર ધરાવતી અને ધો.૧૨માં અભ્યાસ કરતી સગીરા ઇન્સ્ટાગ્રામ પર આરોપી વાજીદશા ઇદ્રીશશા દિવાનના સંપર્કમાં આવી હતી અને બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પોતાના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની  ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૪ના નોંધાતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા કેસમાં સરકારી વકીલ પી.સી.પટેલ હાજર રહ્યાં હતા અને તેમણે દલીલ કરી હતી કે, આરોપી સામે ગંભીર ગુનો છે.અદાલતે  અદાલતે તબીબી અહેવાલ, પંચનામા અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી હતી. વૈજ્ઞાાનિક પુરાવાઓ અને ડીએનએ રિપોર્ટના આધારે અદાલતે આરોપી વાજીદશા દિવાનને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ સગીરાને વળતર પેટે રૃા.૧ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,બાળકો સામેના જાતીય અપરાધો એ માનવતા વિરુદ્ધના અત્યંત ઘૃણાસ્પદ ગુના છે, જેની ભોગ બનનારના માનસ પટલ પર આજીવન વિપરીત અસર રહે છે.