Gujarat

સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનારા વિધર્મીને આજીવન કેદ

By GS TEAM
9 Jul 20251 min read
સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનારા વિધર્મીને આજીવન કેદ

મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટનો ચુકાદો : માતાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું : રોજા રાખવા પણ ધમકી આપી'તી : દંડ, વળતર ચૂકવવા આદેશ

મોરબી, : મોરબીમાં સગીરા સાથે મિત્રતા કેળવી, ધાકધમકી તથા બ્લેકમેલ કરી દુષ્કર્મ કરનાર વિધર્મી શખ્સને મોરબી કોર્ટે આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે. મોરબીના મુસ્તુફા સાજીદ દલવાણી (ઉ.વ. 19) નામના શખ્સે સગીરા સાથે મિત્રતા કેળવી તેને પોતાના કપડાંના શો-રૂમમાં બોલાવી બન્નેના સાથે ફોટા પાડી તે વાઇરલ કરવાની ધમકી આપી શો-રૂમના ચેન્જરૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત તેની માતાને મારી નાખવાની ધમકી આપી કાફે બોક્સમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને રમઝાન મહિનાના રોજા રાખવા પણ ધમકી આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 2 વર્ષ પહેલાંના આ બનાવ અંગેનો કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દવે અને કારિયાની દલીલોને ધ્યાને લઇને જજ કે. આર. પંડયાએ આરોપી મુસ્તુફા દલવાણીને કલમ 376 સાથે પોક્સોની કલમો હેઠળ આજીવન સખ્ત કેદ, વીસ હજારનો દંડ તથા સગીરાને 4 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.