નવરાત્રી પહેલા 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં ફરજિયાત હેલ્મેટ
Vadodara Traffic Police : વડોદરા શહેરમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે તેવા સમયે શહેર પોલીસ દ્વારા નવરાત્રી પહેલા ફરજિયાત હેલ્મેટનો આદેશ આપવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે પડેલા ખાડા અને ટ્રાફિકની અંધાધુંધી સામે પ્રચંડ જન આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેર પોલીસ ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નીકળી છે ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા ફરજિયાત હેલ્મેટ માટે તૈયારી કરવામાં આવી છે.
શહેર પોલીસ કમિશનરે કહ્યું હતું કે, આગામીતા 15 મી સપ્ટેમ્બરથી ટુવિલરના ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. તે પહેલા પોલીસ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખીને હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવવામાં આવશે.