Get The App

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા, એકનું મોત

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા, એકનું મોત 1 - image


Amreli News : રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે રવિવારે (15 જૂન) અમરેલીના ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, આગામી 6 દિવસ 19થી વધુ જિલ્લામાં ઑરેન્જ-યલો ઍલર્ટ

સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા

અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે સાવરકુંડલાના જાબાળ ગામે ખેડૂત પિતા-પુત્ર બળદ ગાડું લઈને આવતા હતા, આ દરમિયાન ભારે વરસાદને લઈને થોરાળી નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. જેમાં મુકેશ અને લાલજીભાઈ બરવાળીયા પાણીમાં પ્રવાહમાં તણાયા હતા. જોકે, આ મામલે સ્થાનિકોને જાણ થતાં ફાયર વિભાગની મદદથી મુકેશ નામના યુવકને બચાવી લેવાયો હતો. આ દુર્ઘટનામાં લાલજી બરવાળીયાનું મોત નીપજતા મૃતદેહને  પીએમ અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ લઈ મોકલવામાં આવ્યો હતો. 

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા, એકનું મોત 2 - image

અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી રાહત થઈ.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા, એકનું મોત 3 - image

આ ઉપરાંત, અમરેલીના રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા ગીરના ભાડ, લાસા, ઉમરીયા, નાના વિસાવદર, તાતણીયા, લાસા, ધાવડિયા, ભાડ, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, દેવળીયા, રાજસ્થળીસહિત ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ થતાં રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા છે.

Tags :