Gujarat

ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 જુલાઈ સુધી રાજ્યના 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે હવામાન વિભાગના આગામી ત્રણ કલાકના Nowcast મુજબ 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો વરસાદની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

Rain Forecast, Gujarat : ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 જુલાઈ સુધી રાજ્યના 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે હવામાન વિભાગના આગામી ત્રણ કલાકના Nowcast મુજબ 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો વરસાદની શક્યતા છે. 

5 જિલ્લામાં રેડ ઍલર્ટ 

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (28 જૂન) સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 


6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (29 જૂન) કચ્છમાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.  

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 11 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ, દ્વારકા મંદિર પર અડધા સ્તંભ પર ધજા ચડાવાઈ

30 જૂનની આગાહી

30 જૂને 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

1-2 જુલાઈની આગાહી

1-2 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

આ પણ વાંચો: ગુજરાતના અમદાવાદ-દ્વારકા સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, 164 તાલુકા તરબોળ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

3-4 જુલાઈની આગાહી

3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે 4 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.