ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આજે 7 જિલ્લામાં રેડ ઍલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે (30 જૂન) 29 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે ચાલો જાણીએ આગામી 6 જુલાઈ સુધી કેવો રહેશે વરસાદી માહોલ.
7 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ જિલ્લામા રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે મંગળવારે (1 જુલાઈ) 15 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
2 જુલાઈની આગાહી
2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
3 જુલાઈની આગાહી
3 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લામાં સૌથી વધુ વરસાદનું જોર દેખાશે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
4થી 6 જુલાઈની આગાહી
રાજ્યમાં આગામી 4થી 6 જુલાઈ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.