Gujarat

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ

By GS TEAM
9 Jul 20251 min read
TukuTouch Logo
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે (9 જુલાઈ) સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 1.89 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ

Rain Forecast : રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે (9 જુલાઈ) સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 1.89 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બુધવારે તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને 10-11 જુલાઈના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

12-13 જુલાઈની આગાહી

12 જુલાઈએ મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ અને 13 જુલાઈએ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: Video: 'દુર્ઘટના માટે તૈયાર રહેજો'! ગંભીરા બ્રિજ મુદ્દે ત્રણ વર્ષ પહેલા જ જાગૃત નાગરિકોએ ચેતવણી આપી હતી

14-15 જુલાઈની આગાહી

14 જુલાઈએ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહીસાગર, દાહોદ અને 15 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આજે ક્યાં-કેટલો વરસાદ વરસ્યો