ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી સપ્ટેમ્બરથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
Rain Forecast in Gujarat: ગુજરાતમાં મેઘમહેર યથાવત્ રહેતાં સરેરાશ 31.50 ઇંચ સાથે સિઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ દરમિયાન રાજ્યમાં વરસાદની બે સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી ત્રીજીથી નવમી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ત્રીજી અને ચોથી સપ્ટમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે
પાંચમી અને છઠ્ઠી સપ્ટમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
સાતમી, આઠ અને નવમી સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 55 ઇંચ વરસાદ
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 55 ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ સરેરાશ 94 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઇંચ, સૌરાષ્ટ્રમાં 25 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. મોટાભાગના રીજિયનમાં સરેરાશ કરતાં 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછો સરેરાશ 16 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 110 ઇંચ, સુરતના ઉમરગામમાં 96.25 અને નવસારીના ખેરગામમાં 90 ઇંચ મેઘમહેર થઈ છે.
ગુજરાતના 48 તાલુકામાં 40 ઇંચથી વધુ 140 તાલુકામાં 20થી 40 ઇંચ, 61 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે અને બે તાલુકા એવા છે જ્યાં વરસાદ હજુ 5થી 10 ઇંચ વચ્ચે વરસ્યો છે.