Get The App

હળવદમાં તોફાની પવન અને ગાજવીજ સાથે મુશળધાર માવઠું

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
હળવદમાં તોફાની પવન અને ગાજવીજ સાથે મુશળધાર માવઠું 1 - image


ભરઉનાળે મેઘાવી માહોલ

નાના-મોટા હોર્ડિંગ્સ, છાપરાં, પતરાં, નળિયા, માંડવા, બોર્ડ તોફાની વરસાદમાં તૂટી પડયા હતા

વરસાદી માહોલ ખેડૂતોમાં અને લગ્ન પ્રસંગના આયોજકોમાં ચિંતાનો માહોલ 

હળવદસૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભરઉનાળે મેઘાવી માહોલ છવાયો છે. સોમવાર બાદ મંગળવારે પણ હળવદ શહેર અન ગ્રામ્ય પંથકમાં તોફાની પવન અને ગાજવીજ સાથે મુશળધાર માવઠું વરસ્યું હતું. તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ખેતરો પણ પાણી-પાણી થઈ ગયા હતા. નાના-મોટા હોર્ડિંગ્સ, છાપરાં, પતરાં, નળિયા, માંડવા, બોર્ડ વગેરે પણ તોફાની વરસાદમાં તૂટી પડયા હતા. સદનશીબે કોઈ જાનહાની થઈ નહોતી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે રાત્રે એકાએક વાતાવરણમાં પલટો મારતા આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા પવન વંટોળ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો હતો.વરસાદનાકારણે ગરમીથી લોકોને મળી આંસિક રાહત મળી હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા હળવદમાં વીજળી ડૂલ થઇ હતી. બીજી તરફ ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. ભારે પવન ફૂંકાવાથી કેટલીક જગ્યાએ લગ્નના મંડપ ઉડયાના હતા, તો કેટલીક જગ્યાએ છાપરા ઉડવાની ઘટનાઓ પણ સામે આવી હતી,રાજ્યમાં હવામાન વિભાગે આપેલી કમોસમી વરસાદની આગાહીને પગલે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન કડાકા ભડાકા ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો, ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થતાં હળવદ શહેર સહિત અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજા ની પધરામણી થય હતી.

Tags :