Get The App

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કુલ 12 જિલ્લામાં ઍલર્ટ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કુલ 12 જિલ્લામાં ઍલર્ટ 1 - image


Heavy Rain Lashes Gujarat : ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે આજે કચ્છ અને ઉત્તર ગુજરાતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી ( 8 સપ્ટેમ્બર, 2025; રાત્રિના 10 વાગ્યા સુધી ) 

ઓરેન્જ ઍલર્ટ : કચ્છ, મોરબી, જામનગર, પાટણ, બનાસકાંઠા

યેલો ઍલર્ટ : દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી 

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કુલ 12 જિલ્લામાં ઍલર્ટ 2 - image

આજે ક્યાં કેટલો વરસાદ

આજે સવારથી જ કચ્છમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. લખપત તાલુકામાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 12 કલાકમાં કુલ સાડા ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે રાપરમાં પણ 4.72 ઇંચ વરસાદ ખાબક્યો. આ સિવાય બનાસકાંઠાના ભાભરમાં 4.29 ઇંચ, કચ્છના ગાંધીધામમાં 3.75 ઇંચ, ભચાઉમાં 4.13 ઈંચ વરસાદ વરસ્યો છે.  

Tags :