ભાદરવો ભરપૂર : વડોદરામાં સવારથી જ ધોધમાર વરસાદ
Vadodara Rain Update : વડોદરા શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ધોધમાર વરસાદ માંડ્યો હતો. ભાદરવો ભરપૂરએ ઉક્તિને સાકાર કરતા આજે સવારથી જ મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. સવારના 11 વાગ્યા સુધી વડોદરામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત જનજીવનને પણ અસર થઈ હતી. શહેર ઉપરાંત જિલ્લામાં પણ વરસાદે હાજરી નોંધાવી હતી સતત વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.