Gujarat

વડોદરામાં લાંબા વિરામ બાદ વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું : વાતાવરણમા બફારો યથાવત

By GS TEAM
21 Jul 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં છેલ્લા દસ દિવસથી ભારે ઉકાળાટ બાદ આજે વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું આવ્યું હતું. સતત એક કલાકના વરસાદમાં માત્ર 5.10 મીમી વરસાદ નોંધાયો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં લાંબા વિરામ બાદ વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું : વાતાવરણમા બફારો યથાવત

Vadodara Rain Update : વડોદરા શહેરમાં છેલ્લા દસ દિવસથી ભારે ઉકાળાટ બાદ આજે વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું આવ્યું હતું. સતત એક કલાકના વરસાદમાં માત્ર 5.10 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા એકાદ મહિનાથી શરૂ થયેલી ચોમાસાની ઋતુ છતાં હજી પણ વાતાવરણમાંથી બાફ ઓછો થવાનું નામ લેતું નથી. આ સાથે આજવા 211 ફૂટ રહી છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે. અવારનવાર વરસાદી ઝાપટા આવતા રહ્યા છે. પરિણામે શહેરનો વરસાદ હજી માત્ર 11 ઈંચથી વધુ નોંધાયો છે. હજી સુધી મન મૂકીને મેઘો વરસ્યો નથી. પરિણામે વાતાવરણમાં ઉકળાટ અને બફારો સતત રહ્યા કરે છે. આજે સવારે 7 વાગ્યાના સુમારે એકાદ કલાક જેવો વરસાદ પડ્યો હતો પરંતુ આજે પણ સવારથી બફારો યથાવત છે. ચોમાસાની ઋતુ શરૂ થયાને હવે માત્ર નવ દિવસ લગભગ બાકી છે છતાં પણ વરસાદી ઠંડક વાતાવરણમાં હજી સુધી જોવા મળી નથી. 

જ્યારે બીજી બાજુ વિશ્વામિત્રી નદીની સપાટી 4.92 ફૂટ રહી છે. જ્યારે આજવાની સપાટી 211 રહી છે. આજે સવારે પડેલો વરસાદ માત્ર 5.10 મીમી નોંધાયો છે.